જ્યોર્જિયા મતદાર માહિતી
એશિયન અમેરિકન અને પેસિફિક આઇલેન્ડની મહિલાઓ, આપણો મત આપણો અધિકાર છે.
Our Georgia information is for the general election that was on November 5, 2024. This information has not been updated for any December runoff elections.
બહાર નીકળો અને મત આપો! આ પેજમાં વ્યક્તિગત રીતે વહેલા મતદાન કરવા, ટપાલ દ્વારા મતદાન કરવા અને ચૂંટણીના દિવસે વ્યક્તિગત મતદાન વિશેની માહિતી છે.
સરળ લિંક્સ
અગત્યની તારીખો
- મેઇલ-ઇન (ગેરહાજર) મતપત્રની વિનંતી કરવાનો છેલ્લો દિવસ: શુક્રવાર, ઓકટોબર 25
- પ્રારંભિક મતદાનનો પહેલો દિવસ: મંગળવાર, ઓકટોબર 15
- વ્યક્તિગત રીતે પ્રારંભિક મતદાન સપ્તાહઅંતની તારીખો: શનિવાર, ઓકટોબર 19; રવિવાર, ઓકટોબર 20; શનિવાર, ઓકટોબર 26; રવિવાર, ઓકટોબર 27
- વ્યક્તિગત રીતે પ્રારંભિક મતદાનનો છેલ્લો દિવસ: શુક્રવાર, નવેમ્બર 1
- વ્યક્તિગત ચૂંટણીના મતદાનનો દિવસ: મંગળવાર, નવેમ્બર 5
વ્યક્તિગત રીતે મત આપો
ઓળખ
બધા મતદારોએ વર્તમાન અને માન્ય ફોટો વાળું ઓળખપત્ર લાવવું જરૂરી છે. સ્વીકાર્ય ઓળખપત્રોમાં શામેલ છે:
- કોઈપણ રાજ્યનું ડ્રાઈવિંગ લાઇસન્સ
- યુનાઇટેડ સ્ટેટ્સ પાસપોર્ટ
- વિદ્યાર્થી અથવા લશ્કરી ઓળખ
સ્વીકૃત ઓળખપત્રની સંપૂર્ણ સૂચિ માટે, sos.ga.gov/page/georgia-voter-identification-requirements ની મુલાકાત લો.
પ્રારંભિક મતદાન
પ્રારંભિક મતદાનનો પહેલો દિવસ મંગળવાર, ઓકટોબર 15 છે.
ચૂંટણીના દિવસ પહેલાના બે સપ્તાહઅંત પ્રારંભિક વ્યક્તિગત મતદાનના છે. પ્રારંભિક મતદાન શનિવાર અને રવિવાર આ દિવસોમાં સવારે 9:00 થી સાંજે 5:00 વાગ્યા સુધી કરી શકાશે:
- શનિવાર, ઓકટોબર 19 અને રવિવાર, ઓકટોબર 20
- શનિવાર, ઓકટોબર 26 અને રવિવાર, ઓકટોબર 27
પ્રારંભિક મતદાનનો છેલ્લો દિવસ શુક્રવાર, નવેમ્બર 1 છે.
mvp.sos.ga.gov/s/ પર તમારું મતદાન સ્થળ શોધો.
ચૂંટણીના દિવસે
ચૂંટણીનો દિવસ મંગળવાર, નવેમ્બર 5 છે. મતદાન સ્થાનો સ્થાનિક સમય મુજબ સવારે 7:00 થી સાંજે 7:00 વાગ્યા સુધી ખુલ્લા છે. મતદાન કરવાનો આ છેલ્લો દિવસ છે!
mvp.sos.ga.gov/s/ પર તમારું મતદાન સ્થળ શોધો.
મેઇલ દ્વારા મત આપો (ગેરહાજર)
મેઇલ દ્વારા મતદાન એ એક વિકલ્પ છે જેનો ઉપયોગ કોઈપણ મતદાર જો તેઓ રૂબરૂ મતદાન કરવા માંગતા ન હોય તો કરી શકે છે. જો તમે મેઇલ દ્વારા મત આપવા માંગતા હો, તો તમારે મતપત્રની વિનંતી કરવી આવશ્યક છે.
મતપત્રની વિનંતી
મેઇલ મતપત્ર દ્વારા વોટની વિનંતી કરવાનો છેલ્લો દિવસ 25 ઓક્ટોબર છે. ગેરહાજર મતદાર મતપત્રની વિનંતી કરવા માટે, જ્યોર્જિયા સેક્રેટરી ઑફ સ્ટેટની વેબસાઇટ પર ગેરહાજર મતદાર મતપત્ર વિનંતી પેજની મુલાકાત લો: https://securemyabsenteeballot.sos.ga.gov/s/
તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો, અથવા તમે ફોર્મની પ્રિન્ટ આઉટ કરી શકો છો, તેને ભરી શકો છો અને તેને તમારા કાઉન્ટી ચૂંટણી કાર્યાલયમાં પરત કરી શકો છો. mvp.sos.ga.gov/s/county-election-offices પર તમારી કાઉન્ટી ચૂંટણી કાર્યાલયને ઑનલાઇન શોધો
મતપત્ર પરત કરવા
ત્રણ રીતો છે કે જેનાથી તમે તમારી ગેરહાજર મતપત્ર પરત કરી શકો છો.
- તમારા પૂર્ણ કરેલ મતપત્રને મેઇલ કરો. દેશની અંદરના મતદારો માટે, તમામ ગેરહાજર મતપત્રો ચૂંટણીના દિવસ સુધીમાં તમારા કાઉન્ટી ચૂંટણી કાર્યાલય પર પહોંચવા આવશ્યક છે. પોસ્ટલ અને ચૂંટણી કાર્યાલય પ્રક્રિયા માટે વધારે સમય આપો.
- તમે તમારા કાઉન્ટી રજિસ્ટ્રારને તમારા ગેરહાજર મતપત્રને પ્રત્યક્ષ પણ પહોંચાડી શકો છો. જો તમે વિકલાંગ મતદાર તરીકે નોંધણી કરાવો છો, તો તમારા ઘરની કોઈ વ્યક્તિ તમારા માટે તમારા ગેરહાજર મતપત્રને પ્રત્યક્ષરીતે પહોંચાડી શકે છે. ઉપલબ્ધ ડ્રોપ-ઓફ સ્થાનો માટે તમારા કાઉન્ટી રજીસ્ટ્રાર નો સંપર્ક કરો. જો તમે હાલમાં સૈન્ય અથવા વિદેશી મતદાર છો અને તમે ચૂંટણીના દિવસે તમારો ગેરહાજર મતદાન પોસ્ટ કરો છો, તો ખાતરી કરો કે તે 3 દિવસમાં આવે..
તમારા મતપત્રને તમારા કાઉન્ટીના ડ્રોપ બોક્સમાં લાવો. દરેક કાઉન્ટીમાં ઓછામાં ઓછું એક ડ્રોપ બોક્સ હોય છે, જે અંદરની બાજુ સ્થિત હોય છે અને માત્ર ઓપરેટિંગ કલાક દરમિયાન મતદારો માટે ઉપલબ્ધ હોય છે. તમારા ડ્રોપ-ઓફ સ્થાનો માટે તમારા કાઉન્ટી રજીસ્ટ્રાર નો સંપર્ક કરો.